Jio GigaFiber નું રજિસ્ટ્રેશન કરાવનારા માટે ખુશખબર, આટલુ બધુ મળશે મફતમાં
રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiber માટે રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હી: રિલાયન્સ જિયોની બ્રોડબેન્ડ સર્વિસ Jio GigaFiber માટે રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. રજિસ્ટ્રેશન જે શહેરમાં સૌથી વધુ હશે, ત્યાં રિલાયન્સ જિયો પોતાની સેવા શરૂ કરશે. જો કે લોન્ચિંગ ડેટને લઈને હજુ કોઈ અધિકૃત જાહેરાત કરાઈ નથી. પરંતુ આ અગાઉ રજિસ્ટ્રેશન કરાવનારાઓને આ સર્વિસમાં અનેક લાભ સાવ મફતમાં મળવાના છે. લોન્ચ પહેલા જિયોએ ગીગા ફાઈબર સર્વિસ માટે ત્રણ મહિનાની 'પ્રીવ્યુ ઓફર' કાઢી છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર આ પ્રીવ્યુ ઓફરની જાણકારી આપી છે. જિયો ગીગા ફાઈબર યુઝર્સને પ્રિવ્યુ ઓફરનો ફાયદો મળશે. શરૂઆતમાં તે ફક્ત 3 મહિના માટે હશે, પરંતુ એવી પણ શક્યતા છે કે કંપની યૂઝર્સની સંખ્યા વધારવા માટે તેને 3 મહિના વધુ વધારી પણ દે.
પ્રીવ્યુ ઓફરમાં શું મળશે
કંપનીની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ ગીગા ફાઈબરની પ્રીવ્યુ ઓફર હેઠળ ગ્રાહકોને 100 Mbpsની ઈન્ટરનેટ સ્પીડ મળશે. જેમાં દર મહિને યૂઝર્સને 100 જીબી ડેટા મળશે. ખાસ વાત એ છે કે 100 જીબી ડેટા ખતમ થયા બાદ યૂઝર્સને એડિશનલ ડેટા પણ આપવામાં આવશે. આ એડિશનલ ડેટા પણ મફતમાં ઉપલબ્ધ હશે. જેમાં યૂઝરના એકાઉન્ટમાં 40 જીબી ડેટા જોડવામાં આવશે. જેને ડેટા ટોપ અપ દ્વારા જોડી શકાશે.
1.1 TB ડેટા મળશે મફત
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 100 જીબી ડેટા ખતમ થયા બાદ ટોપ અપથી 40 જીબી ડેટા મળશે. પરંતુ જો ત્યારબાદ પણ યૂઝરને ડેટા જોઈતો હોય તો ટોપ અપ દ્વારા એક મહિનામાં જ 25વાર ડેટા જોડી શકે છે. જિયો હાલ મોડલનું ટેસ્ટિંગ કરી રહી છે. બધુ મળીને એક સિમિત મર્યાદામાં 1.1 ટીબી ડેટા મફત મળશે. પ્રીવ્યુ ઓફરની પુષ્ટિ હજુ સુધી કંપનીએ આ અંગે અધિકૃત રીતે કરી નથી.
આ સર્વિસ નહીં હોય ફ્રી
જિયોની ગીગા ફાઈબર સર્વિસની પ્રીવ્યુ ઓફર મફત નહીં હોય. તે માટે યૂઝરે 4500 રૂપિયા આપવા પડશે. આ ફીસ પૂરેપૂરી રિફંડેબલ રહેશે. જિયો ગીગા ફાઈબર સાથે જિયો ગીગા ટીવી, સ્માર્ટ હોમ જેવી સર્વિસીઝ ફ્રીમાં અપાશે. યૂઝર્સને મંથલી યૂસેજમાટે 4500 રૂપિયાથી વધુ કોઈ રૂપિયા ચૂકવવા પડશે નહીં.
3 મહિના ફ્રી રહેશે સર્વિસ
જિયો ગીગા ફાઈબરની પ્રીવ્યુ ઓફર 3 મહિના માટે રહેશે. તેની ફી રિફન્ડેબલ છે તો જાહેર છે કે આ સર્વિસ ફ્રીમાં યૂઝર્સને મળશે કારણ કે જો કોઈ યૂઝર 3 મહિના બાદ આ સર્વિસ બંધ કરાવવા માંગતો હોય તો તેને 4500 રૂપિયાની સિક્યોરિટી અમાઉન્ટ પાછી મળી જશે. જો કે આ માટે કંપનીની એક શરત છે કે સેટટોપ બોક્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સારી કંડિશનમાં હોવું જોઈએ.
જિયોની જેમ ગીગા ફાઈબર સર્વિસ
ટેલિકોમટોકના એક રિપોર્ટ મુજબ જિયોએ જે રીતે પોતાની ટેલિકોમ સર્વિસ લોન્ચ કરી હતી તે જ રીતે ફાઈબર નેટવર્ક એટલે કે બ્રોડબેન્ડ સેવા પણ લોન્ચ કરી શકે છે. જિયોમાં શરૂઆતના 6 મહિના સુધી મોબાઈલ યૂઝર્સ પાસે કોઈ ચાર્જ લેવાયો નહતો. એ જ રીતે જિયો ગીગા ફાઈબરમાં પ્રીવ્યુ ઓફર આપીને 3 મહિના સુધી ફ્રી સેવા આપવામાં આવશે. રિપોર્ટ મુજબઆ પ્રીવ્યુ ઓફર હેઠળ ગ્રાહકોને 100 MBPS અપલોડ અને ડાઉનલોડની સાથે 100 જીબી ડેટા મફત મળશે.
5 કરોડ ગ્રાહકો બનાવવાનો લક્ષ્ય
રિલાયન્સ જિયોનો લક્ષ્યાંક છે કે તે પોતાની સાથે 5 કરોડ ગ્રાહકોને જોડે. આ જ કારણ છે કે કંપની શરૂઆતના 3 મહિના માટે પ્રીવ્યુ ઓફર આપશે. આ ઓફર દ્વારા લોકો સાથે સરળતાથી જોડાઈ શકાય છે. હાલ બીએસએનએલ ભારતની પહેલા નંબરની કંપની છે જેની પાસે 10 કરોડથી વધુ બ્રોડબેન્ડ ગ્રાહક છે.